BEST DEALS

મેંગો શ્રીખંડ

દહીંનો મસ્કો બનાવવા માટે:
  1.  લીટર ફુલ ફેટ દૂધ
  2. ૨ ચમચી દહીં (દહી મેળવવા માટે,)
  3. શ્રીખંડ બનાવવા માટે:
  4.  બાઉલ દહીનો મસકો
  5. ૧ કપ બુરું ખાંડ
  6. ૧/૨ કપ મલાઈ
  7. ૧ કપ કેરીનો પલ્પ
  8. ૧/૪ કપ કેરીના ટુકડા
  9. ૧/૨ કપ કાજુ બદામ પિસ્તા ના ટુકડા
  10. ગાર્નીશિંગ માટે:
  11. બદામ પિસ્તાની કતરણ
  12. વ્હાઈટ ચોકલેટ ચિપ્સ


રીત:
  1. સૌપ્રથમ full fait વાળું દૂધ લઈ તેને ગરમ કરો. તે ઠંડું થઈ જાય એટલે તેમાં દહીં નું મેળવણ નાખી દહીં જમાવવું. દહીં જામી જાય એટલે તેને ફ્રિજમાં ઠંડુ કરવા માટે મૂકવું. દહીં એકદમ ઠંડું થઈ જાય એટલે તેને મલમલના કપડામાં નાખી બાંધી લેવું. તેના પર વજન મૂકી ફ્રીજમાં એક દિવસ માટે મૂકવું જેથી દહીંમાં રહેલું બધું જ પાણી નીકળી જાય. આ રીતે દહીમાંથી મસ્કો તૈયાર કરો.

    મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati) રેસીપી પગલું 1ફોટોમેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati) રેસીપી પગલું 1ફોટો
  2. ત્યારબાદ તૈયાર થયેલા દહીંના મસ્કા માં બુરુ ખાંડ નાખી મિક્સ કરવું અને તેને બિટર વડે બીટ કરવું. પછી તેમાં મલાઈ નાંખી બરાબર મિક્સ કરો.

    મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati) રેસીપી પગલું 2ફોટોમેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati) રેસીપી પગલું 2ફોટોમેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati) રેસીપી પગલું 2ફોટો
  3. ત્યારબાદ તેમાં કેરીનો પલ્પ નાખી ફરીથી બીટ કરવું. બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં ડ્રાયફ્રુટ અને કેરીના ટુકડા ઉમેરી મિક્સ કરવું.

    મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati) રેસીપી પગલું 3ફોટોમેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati) રેસીપી પગલું 3ફોટોમેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati) રેસીપી પગલું 3ફોટો
  4. ત્યારબાદ તેને ફ્રિજમાં પાંચથી છ કલાક માટે ઠંડુ કરવા માટે મૂકો. ત્યારબાદ સર્વિંગ બાઉલમાં લઈ બદામ પિસ્તાની કતરણ અને વ્હાઈટ ચોકલેટ ચિપ્સ થી ગાર્નિશિંગ કરી સવૅ કરવું તો તૈયાર છે મેંગો શ્રીખંડ....

    મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati) રેસીપી પગલું 4ફોટોમેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati) રેસીપી પગલું 4ફોટોમેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati) રેસીપી પગલું 4ફોટો

1 ટિપ્પણી:

ads
suprun દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.