BEST DEALS

કોથમીરની ચટણી

કોથમીરની ચટણી
સામગ્રી:
૧ કપ સમારેલી કોથમીર
૧/૨ કપ સીંગદાણા
મીઠું સ્વાદ મુજબ
૧/૪ કપ ખાંડ 
૧ ચમચી હળદર
૨ લીંબુનો રસ
રીત:
સૌપ્રથમ કોથમીરને પાણીથી ધોઈને કોરી કરી લેવી.
ત્યારબાદ એક મિક્સર જારમાં સિંગદાણા લઈ પીસી લેવા. ત્યારબાદ તેને એક બાઉલમાં કાઢી લેવા.
ત્યારબાદ મિક્સર જારમાં કોથમીરને પીસી લેવી.ત્યારબાદ તેમાં સીંગદાણાનો ભૂકો, મીઠું, હળદર, ખાંડ અને લીંબુ નો રસ નાખી ફરી મિક્સરમાં ક્રશ કરી લેવું.
મિશ્રણ ની સ્મુઘ પેસ્ટ થઈ જાય તેવું પીસી લેવું.
તો તૈયાર છે કોથમીર ની ચટણી...
ત્યારબાદ એરટાઇટ ડબામાં ભરી લાંબો સમય માટે સ્ટોર કરી શકાય છે
આ ચટણીને ઢોકડા, સેન્ડવીચ,મુઠીયા વગેરે સાથે ખાઈ શકાય છે

ટિપ્પણીઓ નથી:

ads
suprun દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.