મીઠી બુંદી
ઘટકો
ખીરું બનાવવા માટે:
૧ કપ ચણાનો લાેટ
૧ ચમચી તેલ
ચપટી બેકિંગ સાેડા
ચપટી કેસર ફુડ કલર
પાણી જરૂર મુજબ
ચાસણી બનાવવા માટે:
૧ કપ ખાંડ
પાણી જરૂર મુજબ
ચપટી કેસર ફુડ કલર
૧ ચમચી એલચી પાવડર
બુંદી બનાવવા માટે:
ટુકડા કાજુ બદામ નાં
તેલ/ઘી તળવા માટે
ગાનીશીગ માટે:
કાજુ
બદામ
ટુટી ફુટી
પગલાં
સાૈ પ્રથમ એક બાઉલમાં ચણાનો લાેટ લઈ તેમાં તેલ, બેકિંગ સાેડા, કેસર ફુડ કલર નાખી મિકસ કરી તેમાં જરૂર મુજબ પાણી નાખી ખીરું તૈયાર કરવું. બહુ જાડુ નહિ બહુ પાતળું નહિ તેવું ખીરું બનાવવું.
ત્યાર બાદ ચાસણી બનાવવા માટે એક પેઈન માં ખાંડ નાખી તેમાં જરૂર મુજબ પાણી, નાખી એક -બે ઉભરા આવે તેવી ચાસણી બનાવવી.પછી તેમાં એલચી પાવડર અને કેસર ફુડ કલર નાખી મિકસ કરવું. આ રીતે ચાસણી તૈયાર કરવી.
ત્યાર બાદ એક પેઈન માં તેલ/ધી લઈ તેને ગરમ કરવા મુકવું. તે થઈ જાય એટલે ખમણી માં ખીરું નાખી બુંદી પાડવી. અને તળી લેવી.
આ રીતે બઘી બુંદી તળી લેવી. પછી બુંદી ને ચાસણી માં નાખી દેવી. બુંદી સાે઼ફટ થાય અને ચાસણી તેમાં ચડી જાય એટલે બુંદી ને ઝારા માં કાઢી લેવી.
ત્યાર બાદ તેમાં ટુટી ફુટી, કાજુ, બદામ નાખી મિકસ કરવું.
ત્યાર બાદ સવિગ બાઉલ માં કાઢી કાજુ બદામ અને ટુટી ફુટી થી ગાનીશીગ કરી સવॅ કરવી... તાે તૈયાર છે મીઠી બુંદી....

ટિપ્પણીઓ નથી: