મેંગો મસ્તી
- ૧કપ વ્હીપ કી્મ
- ૧ કપ બુરું ખાંડ
- ૨કપ દહીં
- સફેદ મિશ્રણ બનાવવા માટે:
- ૧ કપ તૈયાર કરેલું દહીનું મિશ્રણ
- ૨ ચમચી મીક્ષ ડ્રાયફ્રુટ (કાજુ બદામ કિસમિસ)
- ૧ ચમચી જેલી ના ટુકડા
- વેનીલા એસેન્સ જરૂર મુજબ
- કેરી નું મિશ્રણ બનાવવા માટે:
- ૧ કપ તૈયાર કરેલું દહીંનુ મિશ્રણ
- ૧કપ કેરીનો પલ્પ
- ૨ ચમચી કેરીના ટુકડા
- ૨ ચમચી મીક્ષ ડ્રાયફ્રુટ (કાજુ બદામ કિસમિસ)
- ગાનીશીગ માટે:
- ચેરી
- કલરફુલ વર્મીસેલી
- ટુકડા જેલીના
- ટુકડા કેરીના
- ડાયફૂટ
રીત:
સૌપ્રથમ એક બાઉલમાં ક્રીમ લઈ તેને વ્હીપ કરવું. ત્યારબાદ તેમાં દહીં ઉમેરવું પછી તેને બીટર વડે બીટ કરવું ત્યારબાદ તેમાં બૂરું ખાંડ ઉમેરી મિક્સ કરવું.
ત્યારબાદ તેના બે ભાગ કરવા. સફેદ મિશ્રણમાં જેલી ના ટુકડા, કાજુ બદામ ના ટુકડા કિસમિસ ઉમેરી મિક્સ કરો. અને વેનીલા એસન્સ મેરી મિક્સ કરો. આ રીતે સફેદ મિશ્રણ તૈયાર કરો.
ત્યારબાદ યલો મિશ્રણ બનાવવા માટે દહીનું મિશ્રણ લઈ તેમાં કેરીનો પલ્પ નાખી મિક્સ કરવું. ત્યારબાદ તેમાં કેરીના ટુકડા અને મીક્ષ ડ્રાયફ્રુટ નાખી મિસ કરું આ રીતે યલો મિશ્રણ તૈયાર કરો.
ત્યારબાદ સવિગ ગ્લાસ લઈ તેમાં સૌપ્રથમ જેલી ના ટુકડા અને કેરીના ટુકડા નાખી તેના પર પ્રથમ વાઈટ મિશ્રણમાંથી લેયર બનાવવું ત્યારબાદ તેના ઉપર કાજુ બદામ કિસમિસ અને કેરીના ટુકડા નાખવા ત્યારબાદ તેના પર તૈયાર કરેલ કેરી નું મિશ્રણ તેમાં નાખી કલરફુલ વર્મીસેલી ચેરી અને કેરીના ટુકડા થી ગાર્નિશિંગ કરવું. ત્યારબાદ તેને ફ્રિજમાં ત્રણથી ચાર કલાક માટે સેટ કરવા મૂકવું જેથી તે એકદમ ચીલ થઈ જાય અને બરાબર સેટ થઈ જાય તો તૈયાર છે આપણું મેંગોનું ડેઝર્ટ મેંગો મસ્તી....





ટિપ્પણીઓ નથી: