અંજીર મઠો
સામગ્રી:
૨૫૦ ગ્રામ દહીંનો મસ્કો
૧ કપ ખાંડ
૧/૨ કપ મલાઈ
૧ કપ અંજીરનો પલ્પ
ગાર્નીશિંગ માટે:
બદામના ટુકડા
અંજીરના ટુકડા
રીત:
સૌપ્રથમ દહીં માંથી પાણી નીકળી મલમલના કપડામાં બાંધી મસ્કો તૈયાર કરવો.
ત્યારબાદ તેમાં દહીંનો મસ્કો નાખી ફરી પાછું બિટર વડે બીટ કરવું ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરી બીટ કરવું.
ત્યારબાદ તેને ફ્રીઝમાં ઠંડુ કરવા માટે મૂકવું.
પછી એક પેનમાં દૂધ ગરમ કરી તેમાં અંજીરના ટુકડા નાખી મિશ્રણ સોફ્ટ થાય ત્યાં સુધી તેને થવા દેવું ત્યારબાદ તે ઠંડું થઈ જાય એટલે તેને મિક્સરમાં ક્રશ કરી લેવું આ રીતે અંજીરનો પલ્પ તૈયાર કરવો.
ત્યારબાદ તૈયાર કરેલું દહીં ના મસ્કા ના મિશ્રણમાં તૈયાર કરેલો અંજીર નો પલ્પ એડ કરી મિક્સ કરવું અને ફરી પાછું બીટ કરવું. ત્યારબાદ તેમાં બદામ ના ટુકડા ઉમેરી મિક્સ કરવું.


Thank u...
જવાબ આપોકાઢી નાખો