BEST DEALS

બિસ્કીટ રોલ-Biscuit Rolls

 બિસ્કીટ રોલ
સામગ્રી:
 ચોકલેટનો બહારનું લેયર બનાવવા માટે:
15 થી 20 નંગ મેરી બિસ્કીટ
1 કપ બુરુ ખાંડ
૧/૨ કપ મલાઈ
૨ ચમચી કોપરાની છીણ
૧/૨ કપ ડાર્ક મેલ્ટેડ ચોકલેટ
વ્હાઇટ કોપરાની છીણ નું લેયર બનાવવા માટે:
૧ કપ કોપરાની છીણ
૧/૨ કપ બુરું ખાંડ
૨ ચમચી મલાઈ
ગાર્નીશિંગ માટે:
સિલ્વર બોલ્સ
મેરી બિસ્કિટ ના ટુકડા
કોપરાની છીણ
ચોકલેટ બોલ્સ
રીત:
સૌપ્રથમ ચોકલેટનું બહારનું લેયર બનાવવા માટે એક મિક્સર ઝારમાં  મેરી બિસ્કીટ ના ટુકડા કરી તેને ક્રશ કરી તેનો પાવડર તૈયાર કરવો. ત્યારબાદ તેમાં બુરું ખાંડ ઉમેરી મિક્સ કરવું. ત્યારબાદ તેમાં ડાર્ક મેલ્ટેડ ચોકલેટ ઉમેરી મિક્સ કરવું પછી તેમાં જરૂર મુજબ મલાઈ ઉમેરીને તેનો લુવો વડે તેવું મિશ્રણ તૈયાર કરવું. ત્યારબાદ કોપરાના છીણનું મિશ્રણ બનાવવા માટે એક બાઉલમાં કોપરાની છીણ અને તેમાં બૂરું ખાંડ નાખી મિક્સ કરો પછી તેમાં જરૂર મુજબ મલાઈ ઉમેરીને મિશ્રણ નો લૂવો બને તેવું મિશ્રણ તૈયાર કરવું.
ત્યારબાદ સિલ્વર ફોયલ અથવા બટર પેપર પર ચોકલેટના મિશ્રણ માંથી બહુ પાતળું  નહીં તેવુ થોડું જાડું ગોળ વણી લેવું . ત્યારબાદ તેના પર કોપરાની છીણ નું મિશ્રણ માંથી તેના પર ગોળ વણી લેવું.
ત્યારબાદ  સિલ્વર ફોઈલ અથવા બટર પેપર ની મદદથી તેનો કઠણ રોલ વાળવો. રોલ વાળતી વખતે સિલ્વર ફોઇલ નિકાળ તો જાવો અને રોલ વાળવો.
પછી તેને સિલ્વર ફોઇલ થી કવર કઈ ફ્રીજમાં બેથી ત્રણ કલાક માટે સેટ કરવા માટે મુકવું. પછી તેના પીસ કરીને સર્વિંગ પ્લેટમાં લઈ લો પછી તેને કોપરાની છીણ, ચોકલેટ બોલ્સ, સિલ્વર બોલ્સ થી ગાર્નીશ કરી સર્વ કરવું તો તૈયાર છે બિસ્કીટ રોલ....
(અહીં તમે ડાર્ક મેલ્ટેડ ચોકલેટ ની જગ્યાએ કોકો પાવડર અથવા તો ચોકલેટ સીરપ નો પણ ઉપયોગ કરી શકો છો)

ટિપ્પણીઓ નથી:

ads
suprun દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.