BEST DEALS

chiku Almond Ice Cream-ચીકુ બદામ આઇસક્રીમ

chiku Almond Ice Cream-ચીકુ બદામ આઇસક્રીમ
સામગ્રી:
૧/૨ લીટર દૂધ
૩ ચમચી મિલ્ક પાવડર
૧ ચમચી જીએમએસ પાવડર
૧/૮ ચમચી સીએમસી પાવડર
૧ કપ ખાંડ
૧ કપ મલાઈ અથવા ક્રીમ
૧ કપ ચીકુના પલ્પ
૨ ચમચી બદામના ટુકડા
ગાર્નીશિંગ માટે:
બદામની કતરણ

રીત:
સૌપ્રથમ એક બાઉલમાં દૂધ લઇ તેમાં ખાંડ, મિલ્ક પાવડર ,GMS પાવડર અને CMC પાવડર નાખી મિક્સ કરી બ્લેન્ડ કરવું.

ત્યારબાદ તે મિશ્રણને એક પેનમાં લઈ ગરમ કરવા માટે મૂકો. આ મિશ્રણને ત્રણ ચાર ઉભરા આવે અથવા તો થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું.

દૂધ ઉકડી જાય એટલે તેને રુમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દેવું.

ત્યારબાદ તેને ડબ્બામાં ભરી ફ્રીઝરમાં સેટ કરવા માટે ૭ થી૮ કલાક માટે મૂકવું.

આઈસ્ક્રીમ સેટ થઈ જાય એટલે તેના પીસ કરી લેવા. 

ત્યારબાદ એક બાઉલમાં ક્રીમ અથવા મલાઈ ને બીટર વડે બીટ કરવું. પછી તેમાં સેટ થયેલો આઈસ્ક્રીમ ઉમેરી બીટ કરવો. પછી તેમાં ચીકુ નો પલ્પ (ચીકુને જીણા સમારી મિક્સરમાં ક્રશ કરી તૈયાર કરેલ પલ્પ) નાખી મિક્સ કરી લેવું. પછી તેમાં બદામ ના ટુકડા ઉમેરવા.

ત્યારબાદ તેને ડબ્બામાં ભરી ફ્રીઝરમાં ૭ થી ૮ કલાક માટે સેટ કરવા મૂકો. તે સેટ થઈ જાય પછી ફરી પાછું તેને બીટર વડે બીટ કરવું. ફરી પાછું તેને ૭-૮ કલાક માટે સેટ કરવા માટે મૂકવું.

આઈસ્ક્રીમ સેટ થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં લઈ બદામની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરવું તો પ્યાર છે ચીકુ બદામ આઈસ્ક્રીમ...


5 ટિપ્પણીઓ:

ads
suprun દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.