ચોકો કોકોનટ લાડુ
ચાેકાે કાેકાેનટ લડડુ
સામગ્રી:
૧ બાઉલ કાેપરાની છીણ
૧/૨ કપ દુઘ
૧ /૨ કપ ખાંડ
૧/૨ કપ કન્ડેન્સ્ડ મિલ્ક
૧/૪ ટી. સ્પુન ચાેકલેટ એસન્સ
ગાનીશીગ માટે:
ડાકॅ ચાેકલેટ મેલ્ટ કરેલી
કલરફુલ ચાેકલેટ બાેલસ
રીત:
સાૈ પ્રથમ એક પેઈન માં દૂધ અને ખાંડ નાખી મિકસ કરવું. ત્યાર બાદ તેને ગેસ પર ગરમ કરવા મુકવું.
ખાંડ આંગળી જાય અને દૂધ નાં ફીણ બને ત્યાં સુધી થવા દેવું. અને સમજવું કે ચાસણી તૈયાર થવા આવી છે ત્યાર બાદ તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાખી મિકસ કરવું. તે બરાબર મિકસ થઈ જાય એટલે કે ચાસણી તૈયાર છે
પછી તેમાં કાેપરાની છીણ નાખી મિકસ કરવું. પછી ચાેકલેટ એસન્સ નાખી મિકસ કરી ઠંડુ થવા દેવું. પછી તેનાં બાેલસ વાળવા.મેલ્ટ કરેલી ડાકॅ ચાેકલેટ ને કાેનॅ માં ભરી કાેકાેનેટ લડડુ પર ડિઝાઇન કરવી. પછી તેનાં પર ચાેકલેટ બાેલસ લગાવી ફી્જ માં ૮ થી ૧૦ મિનિટ માટે ઠંડા કરવા. પછી સવિગ ડીશ માં કાઢી સવॅ કરવા... તાે તૈયાર છે ચાેકાે કાેકાેનેટ લડડુ....

ટિપ્પણીઓ નથી: