ચીઝી દાબેલી
- ૪-૫દાબેલી પાવ
- બટર દાબેલી શેકવા માટે
- ૨ ચમચી કોથમીર મરચા ની ચટણી
- ૧/૨ કપ મસાલા સીંગ
- ૧ કપ ઝીણી સેવ
- ૧ કપ તૈયાર કરેલ બટેટાનો મસાલો
- બટેટાનો મસાલો બનાવવા માટે:
- 1 કપ બાફેલા બટેટાનો માવો
- ૨ ચમચી તેલ
- ૧ ચમચી બટર
- 1 ચમચી જીરૂ
- 1 ચમચી લસણની પેસ્ટ
- ૧/૨ કપ ઝીણી સમારેલી ડુંગળી
- ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ
- મીઠું સ્વાદ મુજબ
- 2 ચમચી લાલ મરચું
- 2 ચમચી ધાણાજીરૂ
- ૧/૨ચમચી હળદર
- ૨ ચમચી લીંબુનો રસ
- ૧ ચમચી ગરમ મસાલો
- ૨ ચમચી દાબેલીનો મસાલો
- ૨-૨ ૧/૨ચમચી ખાંડ
- ૧/૨ કપ ખમણેલું ચીઝ
- ૧ ચમચી ટોમેટો કેચપ
- ૨ ચમચી કોથમીર
- ૧/૨ કપ મસાલા સીંગ
- ગાર્નીશિંગ માટે:
- ખમણેલું ચીઝ
- સર્વ કરવા માટે
- લીલી ચટણી
- ટોમેટો કેચપ
રીત:
સૌપ્રથમ બટાકાનો મસાલો બનાવવા માટે બટેટાને બાફી છોલીને છીણી લેવા.
ત્યાર બાદ એક પેનમાં તેલ અને બટર નાંખી ગરમ કરવું ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ સાંતળવી. તે સંતળાઈ જાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળી લેવું ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ અને દાબેલીનો મસાલો નાંખી સાંતળી લેવી.
ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું લાલ મરચું ધાણાજીરુ અને હળદર નાખી મિક્સ કરો. ત્યારબાદ તેમાં બટાકાનો માવો નાખી મિક્સ કરો. ત્યારબાદ તેમાં ગરમ મસાલો નાખી મિકસ કરવું પછી તેમાં લીંબુનો રસ અને ખાંડ ઉમેરી મિક્સ કરવું. પછી ગેસ બંધ કરી તેમાં ઝીણી સમારેલી કોથમીર અને મસાલા સીંગ અને છીણેલું ચીઝ મને ટોમેટો કેચપ મિક્સ કરવું આ રીતે બટાકાનો મસાલો તૈયાર કરવો.
ત્યારબાદ બાફેલી નું બન ગઈ તેને વચ્ચેથી કટ કરી તેના પર કોથમીર મરચાની ચટણી લગાવી તેના પર તૈયાર કરેલો બટાકાનો મસાલો મૂકી તેના પર મસાલા સીંગ અને સેવ મૂકવી આ રીતે દાબેલી તૈયાર કરવી.





ટિપ્પણીઓ નથી: