કાચી કેરીનો મુરબ્બો
સામગ્રી:
- 1 કિલો ખાંડ
- પાણી જરૂર મુજબ
- ચપટી કેસર
- ૩-૪ તજ ના ટુકડા
- ૫-૬ લવિંગ
- ૧ ચમચી એલચીનો ભૂકો
રીત:
સૌપ્રથમ રાજાપુરી કાચી કેરી ને ધોઈને કોરી કરી લેવી. ત્યારબાદ તેની છાલ નીકાળી તેના ટુકડા કરી લેવા.
ત્યારબાદ એક પેનમાં પાણી ગરમ કરવા માટે મૂકો. પાણી ગરમ થઇ જાય એટલે તેમાં કેરીના ટુકડા નાખવા. કેરી બફાઈ જાય અને થોડી સોફ્ટ થઈ જાય અને ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે તેને નીકાળી લેવી.
ત્યારબાદ અન્ય એક પેનમાં ખાંડ નાખી તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખી કેસર નાખીને ચાસણી તૈયાર કરવી. ચાસણી ૨ તારની થાય તેવી કરવી પછી તેમાં તજ લવિંગ ના ટુકડા નાખી મિક્સ કરવું.
પછી તેમાં બાફેલી કેરીના ટુકડા નાખી પાંચથી સાત મિનિટ માટે થવા જેથી કેરી ચાસણીમાં બરાબર મિક્સ થઈ જાય અને ચાસણી કેરીમાં ચડી જાય પછી ગેસ બંધ કરી મિક્સરને ઠંડુ થવા દેવું ત્યારબાદ તેને કાચની બોટલમાં ભરી આખું વર્ષ માટે સાચવી શકાય છે તો તૈયાર છે કાચી કેરીનો મુરબ્બો.... જેને રોટલી પરાઠા અને થેપલા સાથે ખાઈ શકાય છે...





ટિપ્પણીઓ નથી: