કાચી કેરીનો છૂંદો
સામગ્રી:
- 1 કિલો ખાંડ
- ૩ ચમચી મીઠું
- ૨ ચમચી હળદર
- ૨થી ૩ ચમચી કાશ્મીરી લાલ મરચું
રીત:
સૌપ્રથમ રાજાપુરી કાચી કેરી પાણીથી ધોઈને કોરી કરવી. ત્યારબાદ તેની છાલ નીકાળી ખમણી માં ખમણી લેવી. ખમણ થોડું મોટું થાય એ રીતે ખમણી લેવી. ત્યારબાદ તેને એક તપેલામાં નાખી દેવું.
ત્યારબાદ તેમાં મીઠું અને હળદર નાખી મિક્સ કરવું. તે મિક્સરને આખી રાત ઢાંકીને એમ જ રહેવા દેવું. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરવું.
ખાંડ બરાબર ઓગળી જાય પછી આ મિક્સર પર મલમલનુ સફેદ કપડું અથવા કોટનનું કપડું તેના પર બાંધી દેવું. ત્યાર પછી તેને આખો દિવસ તડકામાં રહેવા દેવું. પછી સાંજે ઘરમાં લાવી તેને ફરી પાછું હલાવી લેવું. ત્યાર બાદ બીજે દિવસે ફરી પાછું કપડું બાંધી તડકામાં રાખી દેવો. આ રીતે ત્રણ-ચાર દિવસ સુધી તડકામાં રાખો.






ટિપ્પણીઓ નથી: