BEST DEALS

કોનૅ પનીર સમોસા એન્ડ સમોસા ચાટ-Corn Paneer Samosha & Samosha Chat

કોનૅ પનીર સમોસા એન્ડ સમોસા ચાટ
સામગ્રી:સમોસાનું બહારનું પડ બનાવવા માટે:
૧ બાઉલ મેંદો
૧/૨ કપ કોર્નફ્લોર
૧ ટીસ્પૂન લીંબુનો રસ
મીઠું સ્વાદ મુજબ
૨ટે.સ્પૂન તેલ મોણ માટે
પાણી જરૂર મુજબ
સ્ટફિંગ બનાવવા માટે:
૧ કપ છીણેલુ પનીર
૧ કપ ચોપ કરેલ કોનૅ
૧/૨ કપ ચોપ કરેલ ગાજર
૧/૨ કપ ઝીણા સમારેલા કેપ્સીકમ
૧ કપ ચોપ કરેલ ડુંગળી
૨ ટે. સ્પૂન કોથમીર
મીઠું સ્વાદ મુજબ
૨ ટે. સ્પૂન મેયોનીઝ
૨ ટે. સ્પૂન તેલ
૧ ટી.સ્પૂન મરી પાવડર
૧ ટી.સ્પૂન ચીલી ફ્લેક્સ
૧ ટે.સ્પૂન ઓરેગાનો
સમોસા બનાવવા માટે:
તેલ તળવા માટે
તૈયાર કરેલ સમોસા નો લોટ
તૈયાર કરેલ કોન પનીરનું સ્ટફીંગ
સમોસા ચાટ બનાવવા માટે:
૫ થી ૬ નંગ સમોસા
૧ કપ દહીં
૨ ટે. સ્પૂન દાડમના દાણા
૧ ટે. સ્પૂન ગ્રીન ચટણી
૨ ટે.સ્પૂન ખજૂર આમલીની ચટણી
૨ ટે.સ્પૂન સેવ
૨ ટે.સ્પૂન ડુંગળી
૨ ટે.સ્પૂન મસાલા સીંગ
ચીઝ જરૂર મુજબ
૨ ટે.સ્પૂન કોથમીર
૧ ટે.સ્પૂન ચાટ મસાલો

ગાર્નીશિંગ માટે:
કોનૅ નાં દાણા
દાડમના દાણા

સર્વ કરવા માટે:
ગ્રીન ચટણી
ટોમેટો કેચપ
તૈયાર કરેલ કોનૅ પનીરનું સ્ટફીંગ
જ્યૂસ
તૈયાર કરેલ સમોસા ચાટ

રીત:
સૌપ્રથમ સમોસાનું બહારનું પડ એટલે કે લોટ બાંધવા માટે એક બાઉલમાં મેંદો અને કોર્નફ્લોર, તેલ અને મીઠું નાંખી મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી કઠણ લોટ બાંધવો પછી તેને તેલ નાખી કુણવી લેવો. ત્યારબાદ તેને ઢાંકીને દસથી પંદર મિનિટ માટે રહેવા દેવો.
ત્યારબાદ સ્ટફિંગ બનાવવા માટે એક પેનમાં તેલ ઉમેરી તેમાં ડુંગળી નાખી થોડી શોતે કરવી તેને બહુ સાંતળવી નહીં જેથી તેનો કંચી ટેસ્ટ આવે. ત્યારબાદ તેમાં ઝીણા ચોપ કરેલા ગાજર, કેપ્સીકમ અને કોનૅ ઉમેરી મિક્સ કરવું. પછી તેમાં સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ,મરી પાવડર, ઓરેગાનો નાખીને મિક્સ કરવું. ત્યારબાદ તેમાં મેયોનીઝ, છીણેલું પનીર અને કોથમીર નાંખી મિક્સ કરવું આ રીતે સ્ટફિંગ તૈયાર કરો.
ત્યારબાદ સમોસા બનાવવા માટે તૈયાર કરેલ લોટમાંથી નાના લુઆ બનાવી તેની ૨ મોટી પૂરી વણી તેમાં સ્ટફિંગ ભરી સમોસાના મોલ્ડ માં મૂકી સમોસાનો શેપ આપી સમોસા વાળી લેવા. આ રીતે બધા સમોસા તૈયાર કરવા. ત્યારબાદ તેને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય તેવા તળી લેવા. આ રીતે બધા સમોસા તળી લેવા..
ત્યારબાદ સમોસા ચાટ બનાવવા માટે સર્વિંગ પ્લેટમાં સૌ પ્રથમ તૈયાર કરેલ સમોસા નાના નાના ટુકડા મૂકી તેના પર દહીં, ખજૂર આમલીની ચટણી,ગ્રીન ચટણી, ડુંગળી, મસાલા સીંગ, સેવ, દાડમના દાણા, કોથમીર અને ચાટ મસાલો તેના પર નાખી છેલ્લે તેના પર છીણેલું ચીઝ નાખી સમોસા ના ટુકડા મૂકી કોનૅના દાણાથી ગાર્નીશ કરી આ રીતે સમોસા ચાટ તૈયાર કરો.
ત્યારબાદ સમોસા ને સર્વિંગ પ્લેટમાં લઈ કોનૅ અને દાડમના દાણાથી ગાર્નિશ કરી ગ્રીન ચટણી, ખજૂર આમલીની ચટણી અને એક બાઉલમાં તૈયાર કરેલું સ્ટફિંગ અને તૈયાર કરેલ સમોસા ચાટ સાથે સર્વ કરવું તો તૈયાર છે કોનૅ પનીર સમોસા એન્ડ સમોસા ચાટ

1 ટિપ્પણી:

ads
suprun દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.