થાબડી-Tabdi
સામગ્રી:
- ૧ લીટર દૂધ
- ૧ કપ ખાંડ
- ૧ ટી. સ્પુન લીંબુના ફૂલ (પાણી માં આેગાળેલ)
- ૧ ટે. સ્પુન ધી
- ૨ ટે. સ્પુન કાજુ બદામ
- ગાનીશીગ માટે:
- કાજુ
- બદામ
રીત:
સાૈ પ્રથમ એક પેઈન માં ખાંડ નાખી તેને કેરેમલ કરવી. એટલે કે ખાંડ નાખી તેને સતત હલાવવી.ખાંડ આેગળી જાય એટલે કે બા્ઉન કલર ની થાય તેવી થવા દેવી.
ત્યાર બાદ તેમાં દૂધ નાખી મિકસ કરવું. દૂધ બરાબર મિકસ થઈ જાય એટલે તેમાં ૨ ટે. સ્પુન પાણી માં મિકસ કરેલ લીંબુ ના ફૂલ નાખી મિકસ કરવું જેથી દૂધ ફાટી જશે અને દૂધ નાે માવાે કણી વાળાે થશે. પછી તેને સતત હલાવતા રહેવું.
ત્યાર બાદ દૂઘ નું પાણી બળી જાય અને મિકસર લચકા જેવું થાય ત્યાં સુધી તેને થવા દેવું. પછી તેમાં કાજુ બદામ નાખી મિકસ કરવું. પછી તેમાં ઘી નાખી મિકસ કરવું.જેથી મિકસર માં સાઈન આવશે. પછી ગેસ બંધ કરી તેને રુમ ટેમપેરચર પર આવવા દેવું. ત્યાર બાદ તેને સવિગ બાઉલ માં કાઢી કાજુ બદામ થી ગાનીશીગ કરી સવॅ કરવું તાે તૈયાર છે થાબડી...




Superb recipe
જવાબ આપોકાઢી નાખો