BEST DEALS

Cheese Schezwan Bread Rolls-ચીઝી સેઝવાન બે્ડ રોલ્સ

ચીઝી સેઝવાન બ્રેડ રોલ્સ


સામગ્રી:

  1. ૮-૧૦ બે્ડ સ્લાઈસ
  2. પાણી જરૂર મુજબ
  3. સ્ટફીગ બનાવવા માટે:
  4. ૨ ટે. સ્પુન તેલ
  5. ૧ કપ બાફેલા બટેટા મેસ કરેલા
  6. ૨ ટે. સ્પુન ડુંગળી
  7. ૧ ટી. સ્પુન લસણ ની પેસ્ટ
  8. ૧ ટી. સ્પુન આદુ- મરચાની પેસ્ટ
  9. ૨ ટે. સ્પુન સેઝવાન સાેસ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. ૧ ટી. સ્પુન લાલ મરચું
  12. ૨ ટે. સ્પુન કાેથમીર
  13. ૨ ટે. સ્પુન ચીઝ છીણેલું
  14. તેલ તળવા માટે
  15. ગાનીશીગ માટે:
  16. ચીઝ છીણેલું
  17. સેઝવાન સાેસ
  18. સવॅ કરવા માટે:
  19. સેઝવાન સાેસ
  20. ટાેમેટાે કેચપ

રીત:

  1. સાૈ પ્રથમ સ્ટફિંગ બનાવવા માટે એક પેઈન માં તેલ નાખી તેમાં લસણ ની પેસ્ટ નાખી સાંતળી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી ગુલાબી કલર ની થાય ત્યાં સુધી સાંતળવી.

  2. ત્યાર બાદ તેમાં આદુ-મરચાં ની પેસ્ટ નાખી સાંતળી તેમાં મીઠું, લાલ મરચું, સેઝવાન સાેસ નાખી મિકસ કરવું. પછી તેમાં બટેટા નાે માવાે નાખી મિકસ કરવું. પછી તેમાં કાેથમીર અને ચીઝ છીણેલું નાખી મિકસ કરવું. આ રીતે સ્ટફિંગ તૈયાર કરવું.

  3. પછી સ્ટફિંગ ઠંડુ થઈ જાય એટલે તેનાં લંબગોળ શેઈપ નાં બાેલસ વાળવા. ત્યાર બાદ એક બે્ડ ની સ્લાઈસ લઈ તેને પાણી માં બાેળી બે્ડ ને હળવા હાથે દબાવી વધારાનું પાણી કાઢી લેવું. ત્યાર બાદ બે્ડ સ્લાઈસ પર તૈયાર કરેલ સ્ટફિંગ નાં બાેલસ મૂકી બે્ડ નાં રાેલ્સ વાળવા. ત્યાર બાદ તૈયાર કરેલ બાેલસ ને ૧૦ થી ૧૨ મિનિટ માટે એમ જ રહેવા દેવા.જેથી બે્ડ બધુ પાણી શાેષી લે.

  4. ત્યાર બાદ એક પેઈન માં તેલ ગરમ કરવું. પછી તેમાં તૈયાર કરેલ બે્ડ રાેલ્સ ને તળી લેવા. પછી તૈયાર કરેલ બે્ડ રાેલ્સ ને સવિગ ડીશ માં લઈ છીણેલ ચીઝ અને સેઝવાન સાેસ થી ગાનીશીગ કરી સેઝવાન સાેસ અને ટાેમેટાે કેચપ સાથે સવॅ કરવું તાે તૈયાર છે ચીઝી સેઝવાન બે્ડ રાેલ્સ..

    ચીઝી સેઝવાન બ્રેડ રોલ્સ રેસીપી પગલું 4ફોટોચીઝી સેઝવાન બ્રેડ રોલ્સ રેસીપી પગલું 4ફોટો

ટિપ્પણીઓ નથી:

ads
suprun દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.