BEST DEALS

ગુંદર પાક



 
 
ગુંદર પાક રેસીપી મુખ્ય ફોટો

ગુંદર પાક


સામગ્રી:

  1. ૧ કપ ગુંદર
  2. ૧ કપ ખાંડ
  3. પાણી જરૂર મુજબ
  4. ૧ બાઉલ દૂધ
  5. ૧ કપ ઘી
  6. ૧ કપ કાેપરાની છીણ
  7. ૧ કપ ડા્યફુટ (કાજુ, બદામ, કિસમિસ, અખરાેટ)
  8. ગાનીશીગ માટે:
  9. કાજુ
  10. બદામ
  11. કાેપરાની છીણ

રીત:

  1. સાૈ પ્રથમ એક કડાઈ માં ઘી ગરમ કરવા માટે મુકવું. ઘી ગરમ થાય એટલે તેમાં ગુંદર તળી લેવાે.ગુંદર તળાય જાય એટલે તેને બાઉલમાં કાઢી લેવાે.

  2. ત્યાર બાદ પેઈન માં ઘી નાખી તે ગરમ થાય એટલે તેમાં તળેલાે ગુંદર નાખી મિકસ કરવું પછી તેમાં દૂધ નાખી મિકસ કરવું.

  3. ત્યાર બાદ એક કડાઈ માં ખાંડ નાખી તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખી ૨ તાર ની ચાસણી તૈયાર કરવી.

  4. ત્યાર બાદ દૂધ બળી જાય અને તેનાે માવાે થઈ જાય અને મિકસર લચકા જેવું થાય એટલે તેમાં કાેપરાની છીણ, ડા્યફુટ નાખી મિકસ કરવું.

  5. ત્યાર બાદ તેમાં તૈયાર કરેલી ચાસણી નાખી મિકસ કરવું. ત્યાર બાદ મિકસર ને મિકસ કરી ઘી થી ગી્સ કરેલી ડીશ માં મિકસર નાખવું.

    ગુંદર પાક રેસીપી પગલું 5ફોટોગુંદર પાક રેસીપી પગલું 5ફોટોગુંદર પાક રેસીપી પગલું 5ફોટો
  6. ત્યાર બાદ તેમાં કાેપરાની છીણ, કાજુ બદામ ની કતરણ નાખી પે્સ કરી તેના કાપા પાડી ઠંડુ થવા દેવું.

    ગુંદર પાક રેસીપી પગલું 6ફોટોગુંદર પાક રેસીપી પગલું 6ફોટો
  7. ત્યાર બાદ તેને સવિગ પ્લેટ માં લઈ કાજુ બદામ થી ગાનીશીગ કરી સવॅ કરવું તાે તૈયાર છે ગુંદર પાક....

    ગુંદર પાક રેસીપી પગલું 7ફોટોગુંદર પાક રેસીપી પગલું 7ફોટોગુંદર પાક રેસીપી પગલું 7ફોટો

ટિપ્પણીઓ નથી:

ads
suprun દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.