BEST DEALS

ગોટલીનો મુખવાસ

કેરીની ગોટલીનો મુખવાસ
સામગ્રી:
15 થી 20 પાકી કેરીની ઘોઈને સૂકવેલી ગોટલી
સ્વાદ મુજબ મીઠું
૧ ચમચી હળદર
પાણી જરૂર મુજબ
૧ ચમચી ઘી
સ્વાદ મુજબ સંચળ પાવડર
રીત:
સૌપ્રથમ એક પ્રેશર કુકરમાં કેરીની ગોટલી નાખી તેમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર ઉમેરી તેમાં પાણી ઉમેરી ૮થી 10 whistle થવા દેવી.
ત્યારબાદ પ્રેશર કુકર ઠંડું થઈ જાય એટલે ગોટલી ને ચારણીમાં નાંખી અને પાણીની કાઢી દેવું.
ત્યારબાદ ગોટલીને તોડી અને અંદરથી ગોટલી નીકાળી દેવી.
પછી તે ગોટલીને ખમણી વડે ખમણવી અથવા તો ચપ્પુ વડે સમારી લેવી. ત્યારબાદ તેને એક થી બે દિવસ માટે સૂકવવા દેવી.
ગોટલી સુકાઈ જાય એટલે એક પેનમાં ઘી મૂકી તેમાં સમારેલી ગોટલી નાંખી મિક્સ કરવું., ત્યારબાદ તેમાં સંચળ પાવડર ઉમેરી મિક્સ કરવુ.ગોટલી બ્રાઉન કલરની થાય અથવા તો કડક થઈ જાય ત્યાં સુધી શેકવી.

ત્યારબાદ તે ઠંડી થઈ જાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી આખું વરસ સ્ટોર કરી શકાય છે તો તૈયાર છે કેરીની ગોટલી માંથી બનતો ગોટલીનો મુખવાસ
(અહીં તમે તલ અને હળદર પણ ઉમેરી શકો છો)

ટિપ્પણીઓ નથી:

ads
suprun દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.