BEST DEALS

રવા(સોજી)ના ગુલાબજાંબુ


 
 
રવા(સોજી)ના ગુલાબજાંબુ રેસીપી મુખ્ય ફોટો

રવા(સોજી)ના ગુલાબજાંબુ


 સામગ્રી:
  1. ૧ કપ રવો
  2. ૨ ચમચી મિલ્ક પાવડર
  3. ૨ ચમચી ઘી
  4. ૧૧/૨ કપ દૂધ
  5. તેલ અથવા ઘી (તળવા માટે)
  6. ૧/૨ કપ કિસમિસ
  7. ૧ ચમચી એલચી પાઉડર
  8. ચાસણી બનાવવા માટે:
  9. 1 કપ ખાંડ
  10. ૧ કપ પાણી
  11. ૭થી ૮ કેસરના તાંતણા
  12. ૨થી ૩ એલચી

રીત:

  1. સૌપ્રથમ જાંબુ નું મિશ્રણ બનાવવા માટે એક પેનમાં ઘી મૂકી તેમાં રવો નાખી થોડો શેકી લેવો ત્યારબાદ તેમાં થોડું થોડું દૂધ ઉમેરી મિશ્રણ તૈયાર કરવું.

  2. ત્યારબાદ તે મિશ્રણને રૂમ ટેમ્પરેચર પર આવે તેટલું ઠંડું થવા દેવું ત્યારબાદ તેમાં એલચી પાવડર અથવા એલચીના દાણા,મિલ્ક પાવડર ઉમેરી મિક્સ કરવું.તેને પાંચથી સાત મિનિટ માટે મળવું અને મિશ્રણને સોફ્ટ બનાવવું ત્યારબાદ તેમાંથી નાના-નાના જાંબુ બનાવવી વચ્ચે કિસમિસ મૂકી જાંબુ વાળી લેવા.

    રવા(સોજી)ના ગુલાબજાંબુ રેસીપી પગલું 2ફોટોરવા(સોજી)ના ગુલાબજાંબુ રેસીપી પગલું 2ફોટોરવા(સોજી)ના ગુલાબજાંબુ રેસીપી પગલું 2ફોટો
  3. એક પેનમાં તેલ અથવા ઘી ગરમ કરવા માટે મૂકો. તે ગરમ થાય ત્યાં સુધીમાં ચાસણી બનાવવા માટે એક પેનમાં ખાંડ અને કેસર ઉમેરી તેમાં પાણી નાખી એક તારની ચાસણી બનાવી અને તેમાં એલચીના દાણા અને એલચી ઉમેરી ચાસણી તૈયાર કરવી.

    રવા(સોજી)ના ગુલાબજાંબુ રેસીપી પગલું 3ફોટો
  4. ત્યારબાદ ગરમ તેલ કે ઘીમાં તૈયાર કરેલા જાંબુ ગોલ્ડન બ્રાઉન કલરના થાય તેવા તળી લેવા.

    રવા(સોજી)ના ગુલાબજાંબુ રેસીપી પગલું 4ફોટોરવા(સોજી)ના ગુલાબજાંબુ રેસીપી પગલું 4ફોટોરવા(સોજી)ના ગુલાબજાંબુ રેસીપી પગલું 4ફોટો
  5. ત્યારબાદ તૈયાર કરેલી ચાસણીમાં તળેલા જાંબુ ઉમેરી એક-દોઢ કલાક માટે રહેવા દેવા.

    રવા(સોજી)ના ગુલાબજાંબુ રેસીપી પગલું 5ફોટોરવા(સોજી)ના ગુલાબજાંબુ રેસીપી પગલું 5ફોટોરવા(સોજી)ના ગુલાબજાંબુ રેસીપી પગલું 5ફોટો
  6. ત્યાર બાદ તે ઠંડા થાય એટલે સર્વિંગ બાઉલમાં કાઢી સવૅ કરવા તો તૈયાર છે રવાના ગુલાબજાંબુ...

    રવા(સોજી)ના ગુલાબજાંબુ રેસીપી પગલું 6ફોટોરવા(સોજી)ના ગુલાબજાંબુ રેસીપી પગલું 6ફોટોરવા(સોજી)ના ગુલાબજાંબુ રેસીપી પગલું 6ફોટો

ટિપ્પણીઓ નથી:

ads
suprun દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.