ડ્રાયફ્રુટ અંગુરી રબડી
સામગ્રી:
- રબડી બનાવવા માટે
- ૧ લીટર મલાઈવાળું દૂધ
- 2 કપ ખાંડ
- ૧ કપ મિલ્ક પાવડર
- ૧ કપ મલાઈ
- ૧ ચમચી એલચી પાવડર
- ૧ કપ મીક્ષ ડ્રાયફ્રુટ (કાજુ બદામ પિસ્તાની કતરણ)
- અંગુરી (પનીર બોલ્સ)બનાવવા માટે:
- ૧ લિટર ગાયનું દૂધ
- ૧ થી ૨ચમચી લીંબુનો રસ
- પાણી જરૂર મુજબ
- ચાસણી બનાવવા માટે:
- 1 કપ ખાંડ
- ૧ કપ પાણી
- ગાર્નીશિંગ માટે:
- કાજુ બદામ પિસ્તાની કતરણ
રીત:
સૌપ્રથમ અંગુરી એટલે કે બોલ્સ બનાવવા માટે એક પેનમાં દૂધ કરવા માટે મૂકો દૂધ ગરમ થઈ જાય એનો એક ઉભરો આવી જાય એટલે ગેસ બંધ કરી તેમાં લીંબુનો રસ ઉમેરી મિક્સ કરવું દૂધ ફાટી જાય ત્યાં સુધી ચલાવવું ત્યારબાદ તેને ગાળી લેવું અને પનીરને બે વખત પાણીથી ધોઇ લેવું જેથી તેની ખટાશ ઓછી થઈ જાય. ત્યારબાદ તેને મલમલના કપડામાં નાખી બધું જ પાણી નીકળી દેવું. અને પનીર તૈયાર કરવું.
રબડી બનાવવા માટે એક પેનમાં દૂધ ગરમ કરવા માટે મૂકો દૂધ ગરમ થાય એટલે તેમાં ખાંડ ઉમેરો અને દૂધને થોડીવાર માટે ઉકાળો. ત્યારબાદ તેમાં મલાઈ અને દૂધમાં ઓગાળેલું મિલ્ક પાવડર નું મિક્સર થોડું થોડું ઉમેરી મિક્સ કરતા જાઓ. દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દો. રબડી થઈ જાય એટલે તેમાં મિક્સ ડ્રાયફ્રૂટ અને એલચી પાવડર ઉમેરી મિક્સ કરો.












ટિપ્પણીઓ નથી: