BEST DEALS

આલુ સમોસા

સ્ટફિંગ બનાવવા માટે:
  1. ૧ કપ બાફેલા બટાકાનો માવો
  2. ૧/૪ કપ તેલ
  3. ૧ ચમચી લસણની પેસ્ટ
  4. ૧/૨ કપ ઝીણી સમારેલી ડુંગળી
  5. ૨ ચમચી આદુ મરચાની પેસ્ટ
  6. ૨ ચમચી જીરું
  7. ૪-૫ લીમડાના પાન
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૨ ચમચી લાલ મરચું પાઉડર
  10. ૨ ચમચી ધાણાજીરું પાઉડર
  11. ૧ ચમચી હળદર
  12. ૨ ચમચી ગરમ મસાલો
  13.  લીંબુનો રસ
  14. ૨ ચમચી ખાંડ
  15. ૨ ચમચી કિસમિસ
  16. ૨ ચમચી કોથમીર
  17. બહારનું પડ બનાવવા માટે:
  18. પટ્ટી તૈયાર સમોસાની
  19. 2 ચમચી મેંદો અને પાણી જરૂર મુજબ મેંદા ની સ્લરી બનાવવા માટે
  20. તેલ તળવા માટે
  21. ગાર્નીશિંગ માટે:
  22. ચીઝ
  23. સર્વ કરવા માટે:
  24. લીલી ચટણી(homemade)
  25. ટોમેટો સોસ
  26. મેંગો ફ્રુટી (homemade)

રીત:

  1. સૌપ્રથમ બટેટાને બાફી તેની છાલ નીકાળી તેને છીણી લેવા.

    આલુ સમોસા રેસીપી પગલું 1ફોટોઆલુ સમોસા રેસીપી પગલું 1ફોટો
  2. ત્યાર બાદ એક પેનમાં તેલ મૂકી તેમાં જીરું અને લીમડાના પાન નાખી તે થાય એટલે તેમાં લસણની પેસ્ટ નાખી સાંતળી લેવી. લસણ બ્રાઉન થાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખી તેને બ્રાઉન થવા દેવી. ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ નાંખી તેને પણ સાંતળી લેવી.

    આલુ સમોસા રેસીપી પગલું 2ફોટોઆલુ સમોસા રેસીપી પગલું 2ફોટોઆલુ સમોસા રેસીપી પગલું 2ફોટો
  3. ત્યારબાદ તેમાં બાફેલા બટાકાનો માવો નાખી મિક્સ કરો. ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું,ધાણાજીરુ, હળદર અને ગરમ મસાલો નાંખી મિક્સ કરવું.

    આલુ સમોસા રેસીપી પગલું 3ફોટોઆલુ સમોસા રેસીપી પગલું 3ફોટોઆલુ સમોસા રેસીપી પગલું 3ફોટો
  4. ત્યારબાદ લીંબુનો રસ અને ખાંડ ઉમેરી મિક્સ કરવું પછી તેમાં કિસમિસ નાખી અને કોથમીર નાખી મિક્સ કરવું. આ રીતે સ્ટફિંગ તૈયાર કરો. એક બાઉલમાં મેંદો અને તેમાં પાણી ઉમેરી ઘટ સ્લરી તૈયાર કરો. ત્યારબાદ સમોસાની પટ્ટી લઈ તેમાં એક બાજુ સ્ટફિંગ મૂકી સમોસા વાળી લેવા. આ રીતે બધા સમોસા તૈયાર કરવા.

    આલુ સમોસા રેસીપી પગલું 4ફોટોઆલુ સમોસા રેસીપી પગલું 4ફોટોઆલુ સમોસા રેસીપી પગલું 4ફોટો
  5. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં સમોસાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા. આ રીતે બધા સમોસા તૈયાર કરવા.

    આલુ સમોસા રેસીપી પગલું 5ફોટોઆલુ સમોસા રેસીપી પગલું 5ફોટોઆલુ સમોસા રેસીપી પગલું 5ફોટો
  6. ત્યારબાદ સર્વિંગ ડીશમાં સમોસા લઈ તે ના પર છીણેલું ચીઝ થી ગાર્નીશ કરી કાચી કેરી કોથમીર સીંગદાણા લીંબુ અને હળદર મીઠું ખાંડ નાખી તૈયાર કરેલી ચટણી સાથે અને ટોમેટો સોસ સાથે સર્વ કરવું. અને કેરી માંથી બનાવેલ ફ્રુટી સાથે સર્વ કરવુ તો તૈયાર છે આલુ સમોસા....

    આલુ સમોસા રેસીપી પગલું 6ફોટોઆલુ સમોસા રેસીપી પગલું 6ફોટોઆલુ સમોસા રેસીપી પગલું 6ફોટો

1 ટિપ્પણી:

ads
suprun દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.