BEST DEALS

મન્ચુરિયન વિથ નુડલ્સ

 
મન્ચુરિયન વિથ નુડલ્સ (fried & steam) રેસીપી મુખ્ય ફોટો

મન્ચુરિયન વિથ નુડલ્સ 


 સામગ્રી:

  1. મનચુરીયન બનાવવા માટે:
  2. ૧ કપ ઝીણી ચોપ કરેલ કોબીજ
  3. ૧ કપ ઝીણા ચોપ કરેલ ગાજર
  4. ૧ કપ ઝીણા ચોપ કરેલ કેપ્સીકમ
  5. ૧/૨ કપ ઝીણી ચોપ કરેલ ડુંગળી
  6. ૧/૨ કપ બાફેલી મકાઈના દાણા
  7. ૧/૨ કપ મેંદો
  8. ૧/૨ કપ કોર્નફ્લોર
  9. ૨ ચમચી રેડ ચીલી સોસ
  10. ૧ ચમચી સોયા સોસ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. ચપટી ખાવાનો સોડા
  13. ૨ ચમચી તેલ
  14. તેલ તળવા માટે
  15. નૂડલ્સ બનાવવા માટે:
  16.  બાઉલબાફેલા નુડલ્સ
  17. ૧ કપ લાંબા સમારેલા ગાજર
  18. ૧ કપ લાંબો સમારેલી કોબીજ
  19. ૧ કપ લાંબા સમારેલા કેપ્સીકમ
  20. ૧ કપ લાંબી સમારેલી ડુંગળી
  21. ૧/૨ કપ બાફેલી મકાઈના દાણા
  22. તેલ જરૂર મુજબ
  23. મીઠું સ્વાદ મુજબ
  24. ૨ ચમચી રેડ ચીલી સોસ
  25. ૨ ચમચી સોયા સોસ
  26. ૨ ચમચી ટોમેટો કેચપ
  27. 1 ચમચી લસણની પેસ્ટ
  28. ૧ ચમચી નુડલ્સ મસાલો
  29. ૧ ચમચી વિનેગર
  30. સવૅ કરવા માટે :
  31. મંચુરિયન
  32. ટોમેટો કેચપ

રીત:

  1. સૌપ્રથમ એક પેનમાં પાણી ગરમ કરવા માટે મૂકી તેમાં નુડલ્સ નાખી તેમાં સ્વાદ મુજબ મીઠું અને ૧ ચમચી તેલ નાખી નુડલ્સને બાફી લેવા. તે બફાઈ જાય એટલે તેને ચારણીમાં કાઢી તેના પર ઠંડું પાણી નાખવું જેથી તે ની પ્રોસેસ બંધ થઈ જાય અને નૂડલ્સ છૂટા થઈ જાય આ રીતે નૂડલ્સને બાફી લેવા.

    મન્ચુરિયન વિથ નુડલ્સ (fried & steam) રેસીપી પગલું 1ફોટોમન્ચુરિયન વિથ નુડલ્સ (fried & steam) રેસીપી પગલું 1ફોટોમન્ચુરિયન વિથ નુડલ્સ (fried & steam) રેસીપી પગલું 1ફોટો
  2. મનચુરીયન બનાવવા માટે એક બાઉલમાં ઝીણું ચોપ કરેલ કોબીજ, ઝીણું ચોપ કરેલ ગાજર, ઝીણુ ચોપ કરેલ કેપ્સીકમ, અને ઝીણી ચોપ કરેલી ડુંગળી અને બાફેલી મકાઈના દાણા નાખી તેમાં સ્વાદ મુજબ મીઠું,તેલ,ખાવાનો સોડા,રેડ ચીલી સોસ, સોયા સોસ અને મેંદો અને કોર્નફ્લોર નાખી મિક્સ કરવું.

  3. જો જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી મંચુરિયન નું મિશ્રણ તૈયાર કરવું. ત્યારબાદ તેના બોલ્સ બનાવી ગરમ તેલ માં બ્રાઉન કલરના થાય તેવા તળી લેવા. અને બાઉલ માં કાઢી લેવા.

    મન્ચુરિયન વિથ નુડલ્સ (fried & steam) રેસીપી પગલું 3ફોટોમન્ચુરિયન વિથ નુડલ્સ (fried & steam) રેસીપી પગલું 3ફોટો
  4. ત્યારબાદ નૂડલ્સ બનાવવા માટે એક પેનમાં તેલ મૂકી તેમાં ઝીણું સમારેલું લસણ નાખી તેમાં લાંબી સમારેલી ડુંગળી નાખી થોડી સાંતળી લેવી પછી તેમાં લાંબા સમારેલ કેપ્સીકમ, લાંબા સમારેલા ગાજર, લાંબા સમારેલ કોબીજ અને મકાઈના દાણા નાખી મિક્સ કરો.

    મન્ચુરિયન વિથ નુડલ્સ (fried & steam) રેસીપી પગલું 4ફોટોમન્ચુરિયન વિથ નુડલ્સ (fried & steam) રેસીપી પગલું 4ફોટોમન્ચુરિયન વિથ નુડલ્સ (fried & steam) રેસીપી પગલું 4ફોટો
  5. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું,રેડ ચીલી સોસ,સોયા સોસ, ટોમેટો કેચઅપ,નૂડલ્સ મસાલો અને વિનેગાર નાખી મિકસ કરવું. ત્યારબાદ તેમાં બાફેલા નુડલ્સ નાખી મિક્સ કરવું.

  6. ત્યાર બાદ તૈયાર થયેલા મંચુરિયન તેમાં નાખી મિક્સ કરવું.ત્યાર બાદ તૈયાર થયેલા નુડલ્સ ને સવિગ ડીશ માં લઇ તેને મંચુરિયન અને ટોમેટો કેચપ સાથે સર્વ કરવા તો તૈયાર છે નુડલ્સ વીથ મન્ચુરિયન...

    મન્ચુરિયન વિથ નુડલ્સ (fried & steam) રેસીપી પગલું 6ફોટોમન્ચુરિયન વિથ નુડલ્સ (fried & steam) રેસીપી પગલું 6ફોટોમન્ચુરિયન વિથ નુડલ્સ (fried & steam) રેસીપી પગલું 6ફોટો

ટિપ્પણીઓ નથી:

ads
suprun દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.