BEST DEALS

ખજૂર બોલ્સ

    
 
ખજૂર બાેલ્સ રેસીપી મુખ્ય ફોટો

ખજૂર બાેલ્સ


સામગ્રી:

  1. ૧ કપ ખજૂર
  2. ૨ ટે. સ્પુન ઘી
  3. ૧/૨ કપ માવો
  4. ૧/૨ કપ મિકસ ડા્યફુટ નાે ભૂકાે(કાજુ, બદામ)
  5. ૧ ટેે. સ્પુન કાેકાે પાવડર
  6. ૨ ટે.સ્પુન કાેપરાની છીણ
  7. ગાનીશીગ માટે:
  8. કાેપરાની છીણ
  9. સિલ્વર વરખ

રીત:

  1. સાૈ પ્રથમ એક પેઈન માં ઘી નાખી તેમાં ઝીણાે સમારેલ ખજૂર નાખી તેને સાંતળવાે.ખજૂર સાે઼ફટ થાય ત્યાં સુધી તેને સાંતળવું.

  2. ત્યાર બાદ તેમાં માવાે નાખી મિકસ કરવુ. માવાે મિકસ થઈ જાય અને થાેડાે શેકાઈ જાય એટલે તેમાં કાેપરાની છીણ, ડા્યફુટ પાવડર નાખી મિકસ કરવું.

  3. ત્યાર બાદ તેમાં કાેકાે પાવડર નાખી મિકસ કરવું. પછી મિકસર ને એક બાઉલમાં કાઢી ઠંડુ કરવું. ત્યાર બાદ તેનાં બાેલ્સ વાળી કાેપરાની છીણ માં રગદોળી સિલ્વર વરખ થી ગાનીશીગ કરી સવॅ કરવું તાે તૈયાર છે ખજૂર બાેલ્સ....

    ખજૂર બાેલ્સ રેસીપી પગલું 3ફોટોખજૂર બાેલ્સ રેસીપી પગલું 3ફોટોખજૂર બાેલ્સ રેસીપી પગલું 3ફોટો

ટિપ્પણીઓ નથી:

ads
suprun દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.