આમ પન્ના
૧ બાઉલ કેરીના ટુકડા
1 કપ ખાંડ
પાણી જરૂર મુજબ
૧/૨ કપ ફુદીનો
૨ ચમચી વરિયાળી
૧ ચમચી શેકેલું જીરુ
૧ ચમચી મરી પાવડર
૨ ચમચી સંચળ પાવડર
૧ લીંબુનો રસ
ગાર્નીશિંગ માટે:
ફુદીનાના પાન
સર્વ કરવા માટે:
બરફના ટુકડા
પાણી
રીત:
સૌપ્રથમ કેરીની છાલ કાઢી તેના ટુકડા કરી લેવા. ત્યારબાદ એક પેનમાં કેરીના ટુકડા પાણી નાખી બાફી લેવા ૫ થી ૭ મિનિટમાં કેરીના ટુકડા સોફ્ટ થઈ જાય એટલે સમજવું કે કેરી બફાઇ ગઇ છે ત્યારબાદ તેને ઠંડુ થવા દેવું.
ત્યારબાદ ચાસણી બનાવવા માટે એક પેનમાં ખાંડ લઇ ખાંડ ડૂબે તેટલું પાણી નાખી એક તાર જેવી ચાસણી તૈયાર કરવી. પછી તેમાં એક લીંબૂનો રસ ઉમેરવો.
ત્યારબાદ મિક્સર જારમાં કેરીના ટુકડા નાખી તેમાં સંચળ પાઉડર, વરિયાળી, શેકેલું જીરું, મરી પાઉડર અને ફુદીનો નાખી ક્રશ કરી લેવું મિક્સર ની એકદમ બેસ્ટ થઈ જાય તેવો ક્રશ કરવું.
ત્યારબાદ તૈયાર કરેલ પેસ્ટ ને ગાળી લેવી.
ત્યારબાદ તૈયાર થયેલ આ પેસ્ટને ખાંડની ચાસણીમાં ઉમેરી મિક્સ કરવું.
આ રીતે આમ પન્ના નો પલ્પ તૈયાર કરવો.

ટિપ્પણીઓ નથી: