BEST DEALS

મિકસ ચીકી(શીંગ, કાળા તલ,સફેદ તલ, કાેપરા ની ચીકી, કાળા તલ, સફેદ તલ નાં લાડુ)

મિકસ ચીકી(શીંગ, કાળા તલ,સફેદ તલ, કાેપરા ની ચીકી, કાળા તલ, સફેદ તલ નાં લાડુ)


સામગ્રી:

  1. શીંગ ચીકી બનાવવા માટે:
  2. ૧ કપ સીંગદાણા (શેકીને ફાેતરા નિકાળેલ)
  3. ૧/૨ કપ ગાેળ
  4. ૧ ટી. સ્પુન ઘી
  5. કાળા તલ ની ચીકી બનાવવા માટે:
  6. ૧ કપ કાળા તલ
  7. ૧/૨ કપ ગાેળ
  8. ૨ ટે. સ્પુન કાેપરાની છીણ
  9. ૧ ટી. સ્પુન ઘી
  10. સફેદ તલ ની ચીકી બનાવવા માટે:
  11. ૧ કપ તલ
  12. ૧/૨ કપ ગાેળ
  13. ૧ ટી. સ્પુન ઘી
  14. કાેપરાની ચીકી બનાવવા માટે:
  15. ૧ કપ કાેપરાની છીણ
  16. ૧/૪ કપ ખાંડ
  17. ૧ ટી. સ્પુન પાણી
  18. કાળા તલ નાં લાડુ બનાવવા માટે:
  19. ૧ કપ કાળા તલ
  20. ૧/૨ કપ ગાેળ
  21. ૧ ટી. સ્પુન ઘી
  22. ૧ ટે. સ્પુન કાેપરાની છીણ
  23. સફેદ તલ નાં લાડુ બનાવવા માટે:
  24. ૧ કપ તલ
  25. ૧/૨ કપ ગાેળ
  26. ૧ ટી. સ્પુન ઘી

રીત:

  1. સાૈ પ્રથમ શીંગ ની ચીકી બનાવવા માટે એક પેઈન માં સીંગદાણા લઈ તેને ધીમા તાપે શેકી લેવા. ત્યાર બાદ તે થાેડા ઠંડા થાય એટલે તેનાં ફાેતરા કાઢી વાટકી વડે ફાડા કરી લેવા.

  2. ત્યાર બાદ એક પેઈન માં ઘી મૂકી તે ગરમ થાય તેમાં ગાેળ નાખી મિકસ કરવું. ગાેળ આેગળી જાય અને હલકાે થઈ જાય અને ફીણ વડે એટલે કે પાયો થઈ જાય એટલે તેમાં શેકી ને ફાેતરા નિકાળેલ સીંગદાણા તેમાં નાખી મિકસ કરવું. ત્યાર બાદ પ્લાસ્ટિક સીટ પર ઘી લગાવી તેનાં પર પાથરી દેવું. ત્યાર બાદ વેલણ પર ઘી લગાવી તેનાં થી વણી લેવું. ત્યાર બાદ તેમાં કાપા કરી ઠંડુ પડવા દેવું. પછી તેનાં ટુકડા કરી લેવા.

    મિકસ ચીકી(શીંગ, કાળા તલ,સફેદ તલ, કાેપરા ની ચીકી, કાળા તલ, સફેદ તલ નાં લાડુ) રેસીપી પગલું 2ફોટો
  3. ત્યાર બાદ કાળા તલ ની ચીકી બનાવવા માટે એક પેઈન માં ઘી નાખી તેમાં ગાેળ નાખી મિકસ કરવું. ગાેળ નાે પાયો થઈ જાય એટલે તેમાં શેકેલા કાળા તલ નાખી મિકસ કરી તેમાં કાેપરાની છીણ નાખી મિકસ કરવું. પછી પ્લાસટીક સીટ પર ઘી લગાવી તેનાં પર મિકસર પાથરી વેલણ પર ઘી લગાવી વણી લેવું. ત્યાર બાદ તેમાં કાપા કરી ઠંડુ થવા દેવું. પછી ઠંડુ થઈ જાય એટલે તેનાં પીસ કરી લેવા.

    મિકસ ચીકી(શીંગ, કાળા તલ,સફેદ તલ, કાેપરા ની ચીકી, કાળા તલ, સફેદ તલ નાં લાડુ) રેસીપી પગલું 3ફોટો
  4. સફેદ તલ ની ચીકી બનાવવા માટે એક પેઈન માં ઘી મુકી ગરમ થાય એટલે તેમાં ગાેળ નાખી મિકસ કરી તેનાે પાયો બનાવવાે.પછી તેમાં શેકેલા તલ નાખી મિકસ કરવું. પછી પ્લાસટીક સીટ પર ઘી લગાવી તેનાં પર પાથરી દેવું. પછી તેનાં કાપા પાડી દેવાં. ઠંડુ થાય એટલે તેનાં પીસ કરી લેવા.

    મિકસ ચીકી(શીંગ, કાળા તલ,સફેદ તલ, કાેપરા ની ચીકી, કાળા તલ, સફેદ તલ નાં લાડુ) રેસીપી પગલું 4ફોટો
  5. કાેપરાની ચીકી બનાવવા માટે એક ૫ેઈન માં ખાંડ નાખી તેને કેરેમલ કરવી પછી તેમાં ૧ ટી. સ્પુન પાણી નાખી મિકસ કરી તેમાં કાેપરાની છીણ નાખી મિકસ કરવું. પછી પ્લાસટીક સીટ પર ઘી લગાવી તેનાં પર પાથરી દેવું. પછી વેલણ પર ઘી લગાવી તેનાં થી વણી લેવું. પછી તેનાં કાપા પાડી દેવાં. ઠંડુ થાય એટલે તેનાં પીસ કરવા.

    મિકસ ચીકી(શીંગ, કાળા તલ,સફેદ તલ, કાેપરા ની ચીકી, કાળા તલ, સફેદ તલ નાં લાડુ) રેસીપી પગલું 5ફોટો
  6. કાળા તલ નાં લાડુ બનાવવા માટે એક પેઈન માં ઘી મૂકી તેમાં ગાેળ નાખી તેનાે પાયો બનાવવાે. પછી તેમાં કાળા તલ શેકેલા નાખી મિકસ કરવું. પછી તેમાં કાેપરાની છીણ નાખી મિકસ કરવું. પછી મિકસર ને એક બાઉલમાં કાઢી રુમ ટેમપેરચર પર આવે એટલે પાણી વાળાે હાથ કરી તેનાં લાડુ વાળવા.

    મિકસ ચીકી(શીંગ, કાળા તલ,સફેદ તલ, કાેપરા ની ચીકી, કાળા તલ, સફેદ તલ નાં લાડુ) રેસીપી પગલું 6ફોટો
  7. સફેદ તલ નાં લાડુ બનાવવા માટે એક પેઈન માં ઘી નાખી તે ગરમ થાય એટલે તેમાં ગાેળ નાખી મિકસ કરી તેનાે પાયો બનાવવાે. પછી તેમાં શેકેલા તલ નાખી મિકસ કરવું. પછી તેને બાઉલમાં કાઢી રુમ ટેમપેરચર પર આવે એટલે તેનાં લાડુ વાળવા.

    મિકસ ચીકી(શીંગ, કાળા તલ,સફેદ તલ, કાેપરા ની ચીકી, કાળા તલ, સફેદ તલ નાં લાડુ) રેસીપી પગલું 7ફોટો
  8. આ રીતે બઘી ચીકી તૈયાર થાય એટલે સવિગ ડીશ માં બધી ચીકી અને લાડુ મૂકી સવॅ કરવું તાે તૈયાર છે સીંગ ચીકી, કાળા તલ ની ચીકી, સફેદ તલ ની ચીકી, કાેપરાની ચીકી,સફેદ તલ લાડુ અને કાળા તલનાં લાડુ...

    મિકસ ચીકી(શીંગ, કાળા તલ,સફેદ તલ, કાેપરા ની ચીકી, કાળા તલ, સફેદ તલ નાં લાડુ) રેસીપી પગલું 8ફોટોમિકસ ચીકી(શીંગ, કાળા તલ,સફેદ તલ, કાેપરા ની ચીકી, કાળા તલ, સફેદ તલ નાં લાડુ) રેસીપી પગલું 8ફોટોમિકસ ચીકી(શીંગ, કાળા તલ,સફેદ તલ, કાેપરા ની ચીકી, કાળા તલ, સફેદ તલ નાં લાડુ) રેસીપી પગલું 8ફોટો

ટિપ્પણીઓ નથી:

ads
suprun દ્વારા થીમ છબીઓ. Blogger દ્વારા સંચાલિત.